30/10/2015
21/09/2015
ગુજરાત સરકારની "બેન" !!!!
અરે યાર! આ ગુજરાત સરકારને તો શુ થઈ ગયુ છે કે "બેન" ઉપર "બેન" લગાવે જાય છે. ભત્રીજાઓને વશમાં રાખવા આજકાલ ફોઇબા ના રાજમાં "બેન" ની જાણે મૌસમ ચાલી છે. ફરી એક વાર ગુજરાતમાં "નેટબેન". મોદીજી ડીજીટલ ઇન્ડીયા બનાવવાની વાતો કરે છે પણ અહીં તો છાશવારે "ઇન્ટરનેટબેન" લગાવી દેવાય છે. યાર! આતો જાણે વાણી સ્વાતંત્રતાના હક્ક ઉપર તરાપ મારીને ગુજરાત સરકાર હાથે કરીને પોતાને વામણી પુરવાર સાબિત કરતી હોય તેવુ નથી લાગતુ ?
આમતો જ્યારથી અનામત આંદોલન ચાલુ થયુ છે ત્યારથી સરકારમાં બેઠેલા મંત્રીઓ અને ધારાસભ્યો ( હાર્દિકની ભાષામાં "બાઘડબિલ્લા" ) માટે "નિવેદનબેન" લાગૂ થઇ ગયેલુ જ છે. સૂરત, બારડોલી અને નવસારીમાં કલમ ૧૪૪ લાગૂ કરી દઇને "ટોળાબેન". રેલી કે સરઘસ કાઢવા સામે જાહેરનામુ બહાર પાડીને "રેલીબેન".
ગુજરાત સરકારની "બેન" થી બચવા હાર્દિક વળી "બેનો" ને જ હાથમાં થાળી વેલણ પકડાવીને મેદાનમાં લઇ આવ્યો. અરે યાર ! આ વેલણ તો અત્યાર સુધી ઘરમાં જ વાગતુ હતુ હવે તો સરેઆમ...અને એ જોતાં તો ભવિષ્યમાં વળી "થાળીબેન" કે "વેલણબેન" આવી પડે તો નવાઇ નહી.
બસ હવેતો બહુ થયુ ! ગુજરાતનો આવો માહોલ જોઇને કુદરતે ય "મેઘાબેન" હટાવી લઇને સર્વત્ર મેઘમહેર કરી દીધી છે. જાતિ આધારીત "અનામતબેન" કરીને સરકારે પણ નક્કર દિશામા પગલા લઇને આર્થિક સ્થિતિ આધારીત અનામત વિશે કઇક વિચારવુ જોઇએ એવુ તમને નથી લાગતુ ?
મુખવાસ ઃ-
અને હા ! પેલા દુનિયાભરના સરદારજીઓને હજી પણ નથી સમજાણુ કે અમે એવુ તે શુ કર્યુ છે કે આખુ ગુજરાત અમારી જયજયકાર કરે છે......જય સરદાર....જય સરદાર....જય સરદાર.
અંતમાં ઃ-
તમારે પણ આવી કોઇ "બેન" વિષે કંઇક કહેવુ હોયતો નીચે કોમેન્ટબોક્ષમા જરુરથી લખજો.

17/09/2015
EPFO Mobile App for Employees Provident Fund members & Employers
- Mobile Application is useful to employers, employees and pensioners.
- The EPF members / subscribers can activate UAN (Universal Account Numbers) from the comfort of their mobile phones.
- As an EPF subscriber you can access your EPF account for viewing monthly credits through the passbook option and can also view your EPF account details available with EPFO.
- The EPF pensioners have been given the facility to access the pension disbursement details through this mobile app.
- The employers can view the PF remittance details.
EPFO's MOBILE APP DOWNLOAD
11/07/2015
27/05/2015
TDS on PF withdrawal
Instructions for deduction of TDS on withdrawal from provident fund (FORM 19). The provisions will be effective from 01.06.2015.
The Employee's Provident Fund Organisation vide its order No. 5931 dated 21.05.2015 available on its website at Serial No. 110 (2015-16), has circulated the provisions for deduction of TDS at the time of payment of the accumulated PF balance. The provisions are mentioned below in a simplified version for your ready reference and appraisal to all the employees/provident fund members:
i. No TDS on payment of PF withdrawal of less than Rs. 30,000.
ii. No TDS on payment of PF withdrawal if service rendered by the member is more than FIVE years.
iii. No TDS on following reasons of leaving service:
a. Transfer of funds
b. Termination of service (ill health/Closure/Cause beyond the control of the employee)
iv. No TDS on the payment of PF withdrawal, if the employee submit his PAN along with Form 15G (in case of age below 60 years)/15H (in case of senior citizen aged 60 years and above).
• Form 15G in case of amount is more than Rs. 2,50,000 and service within 5 years will not be accepted .
• Form 15H in case of amount is more than Rs. 3,00,000 and service within 5 years will not be accepted.
# Revised Form-19 is available in all EPF offices free of cost.
TDS will be deducted at the following rates:
a. If service rendered is less than FIVE years and the Employee has submitted PAN but not submitted Form 15G/H, the rate of TDS will be @ 10%
b. If service rendered is less than FIVE years and no PAN is submitted by the member the TDS will be @ 34.608%.
for more information click here :- http://www.epfindia.com/Circulars/Y2015-16/WSU_IncomeTax_5931.pdf
29/04/2015
03/04/2015
11/03/2015
Amendment in EPF & Misc provision Act 1952 wef Jan 2015
Please take a note on new Amendment in EPF & MISC.PROV ACT 1952, where in EPF Challan in A/c. 2, previously you are paying at 1.10% of EPF Salary minimum to Rs. 5/- per month. While w.e.f. Jan 2015 onwards it will be 0.85% and minimum Rs. 500/- per month. And Rs. 75/- per month in non-functioning establishment Where in A/c. 22 percentage of 0.01% will be the same, but amount is change. Previously minimum Rs.2/- was paid now wef Jan 2015 it will be Rs. 200/- per month. And Rs. 25/- in non-functioning establishment.
20/01/2015
25/10/2014
PF UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) કેવી રીતે સક્રિય કરશો [How to activate your Universal Account Number (UAN)]
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) શું છે?
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા તાજેતરમાં ઇપીએફઓના તમામ સભ્યોને એક અન્ય નંબર ફાળવવામાં આવેલ છે જે UAN એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. UAN ઇપીએફઓના દરેક સભ્ય માટે લાભદાયી થશે.
UAN ના લાભો
૧, યુએએન દ્વારા તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો તેમજ પાસબુક
અને યુએએન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો.
૨, EPF ટ્રાન્સફર ખૂબ જ સરળ થશે અને ઓછા સમય લેશે.
૩, તમારી કેવાયસી માહિતી અપડેટ કરી શક્શો
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ક્યાંથી મેળવશો?
સૌ પ્રથમ ઇપીએફઓ દ્વારા યુએએન નંબર મળ્યો છે કે નહીં? ( UAN સ્ટેટસ) જાણવા નીચેની લીંક ક્લિક કરો
ત્યારબાદ જે પેજ ખૂલે તેમાં માગેલી માહિતી ભરી દો. તેમાં રાજ્યનું નામ,
શહેરનું નામ, એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર ભરવો પડશે અને ચેક
સ્ટેટસ પર ક્લિક કરો.
ક્લિક કરતા જ તમને એક મેસેજ દેખાશે, જેમાં જણાવાયું હશે કે તમને યુએએન
નંબર મળ્યો છે કે નહીં. જો તમને યુએએન નંબર મળ્યો ન હોય તો તમે આ અંગે
તમારી કંપની તરફથી માહિતી મેળવી શકો છો.
જો તમોને EPFO દ્વારા UAN ફાળવવાંંમાં આવેલ હોય તો તમારા નોકરી દાતા કંપની પાસેથી તમારો UAN મેળવી લેવો.
STEP 1 :- નોકરી દાતા કંપની પાસેથી તમારો UAN મેળવી તમારે તેને એક્ટિવેટ કરવો પડશે. એક્ટિવેટ કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો
STEP 2- લિંક પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, જેમાં યુએએન નંબર,
મોબાઇલ નંબર, રાજ્ય, સિટી,એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર
નાંખવાનો રહે છે. બધી વિગતો ભર્યા બાદ વેરિફિકેશન કોડ નાંખીને ‘GET PIN’ પર
ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા હાદ 5 મિનીટમાં જ તમારા મોબાઇલ માં SMS મારફતે એક પિન આવશે,
જેને ફોર્મમાં નાંખીને સબમિટ કરવાનું રહેશે.
STEP 3- સબમિટ કર્યા બાદ જે વિન્ડો ખુલશે, તેમાં તમારૂં નામ, પિતાનું
નામ, કંપનીનું નામ, યુએએન અને જન્મ તારીખ લખેલી હશે. તેમાં તમારે પોતાનાં
યુએએન એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે એક પાસવર્ડ નાંખવાનો હોય છે અને સાથે જ
તમારું ઇમેલ આઇડી પણ નાંખવાનું હોય છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા જ
તમને એક ઇમેલ આવશે, જેમાં એક્ટિવેશન લિંક હશે. તમારા ઇમેલ આઇડીમાં જઇને એ
લિંક પર ક્લિક કરો. ક્લિક કરતા જ ઇપીએફઓની વેબસાઇટનું એક પેજ ખુલશે, જેના
પર ઇમેલ આઇડી કન્ફર્મેશનનો મેસેજ મળી જશે.
હવે, તમારા યુએએન અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો. લોગ ઇન કરવા માટે આ લિંક પર ક્લિક કરો.
અહીં તમારો યુએએન અને પાસવર્ડ નાંખો અને લોગ ઇન બટન પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારી સામે એક પેજ ખુલશે, જે તમારા એકાઉન્ટનું પેજ હશે.
અહીં તમારો યુએએન અને પાસવર્ડ નાંખો અને લોગ ઇન બટન પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારી સામે એક પેજ ખુલશે, જે તમારા એકાઉન્ટનું પેજ હશે.
તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઇ ગયા બાદ તમે તમારું યુએએન કાર્ડ અને પાસબુક
ડાઉનલોડ કરી શકો છો. પાસબુક દ્વારા તમે જોઇ શકો છો કે તમારા પીએફ
એકાઉન્ટમાં કેટલા રુપિયા જમા છે. તેમાં તમારો મેમ્બર આઇડી અને એસ્ટાબ્લિશમેન્ટ
કોડ પણ લખેલો હોય છે. તેમાં તમે મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને પાસવર્ડ પણ
બદલી શકો છો.
ટ્રાન્સફર ક્લેમ ઃ- હાલ ઇપીએફઓની વેબસાઇટ પર આ ટેબ એક્ટિવેટ નથી કરાઇ. તેને ટૂંક સમયમાં જ એક્ટિવેટ કરવામાં આવશે.આપને આ માહીતી ઉપયોગી થઇ હશે. આપના અભિપ્રાય નીચે Comment મા લખી જણાવજો.
05/10/2014
PROVIDENT FUND (EPFO) WAGE CEILING TO Rs. 15000/=
The Provident Fund (EPFO) department, in its circular dated 28/08/2014,
has notified the wage ceiling enhancement to Rs 15,000 per month from
Rs 6,500 per month, effective 01-Sep-2014. Please ensure that PF
deduction and contribution are calculated as per the new wage ceiling of
Rs 15,000 from Sep 2014 onwards.
23/08/2014
અરે દિવાનો..! મુઝે પહેચાનો...! મૈ હૂ - ડોન (આહવા-ગુજરાત)
ડોન.
આ નામ સાંભળતાં જ આપણને એવી ફીલિંગ થઈ આવે કે અમિતાભ બચ્ચન કે પછી શાહરુખ ખાનની ફિલ્મની વાત હશે. જોકે આ ડોન કોઈ ફિલ્મ નથી પણ સ્થળ છે. ચારે કોર લીલી વનરાજી અને ઠંડો-ઠંડો પવન લહેરાતો હોય... કોઈ પણ વ્યક્તિ રોમૅન્ટિક મૂડમાં આવી જાય. નેચર-લવર્સને સ્થળ જ છોડવાનું મન ન થાય એવું ગુજરાતનું આ નવું હિલ-સ્ટેશન ડોન છે જ્યાંનું વાતાવરણ ખૂબ જ આહ્લાદક છે.
કુદરતી સંપદાથી ભરપૂર અને લીલાછમ એવા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છે આદિ-અનાદિકાળથી, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના પ્રકૃતિપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી ડેવલપ થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ સવા-દોઢ વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.
ગુજરાતનું ગિરિમથક ડોન મહારાષ્ટ્રના નાશિક જિલ્લા અને ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદ પર પહાડ પર આવેલું ગામ છે. હાલના ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાની જેમ આ ડોન ગામ પણ ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંભુ, ભગવાન રામચંદ્ર, સીતાજી, હનુમાનજી, અંજનીમાતા, ગુરુ દ્રોણની લોકવાયકાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ ટ્રેકિંગ માટે બેસ્ટ છે અને હવા ખાવા માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા સહેલાણીઓ તો એમ કહે છે કે નૈનીતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું રળિયામણું સ્થળ ડોન છે.
આ સ્થળ સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું છે અને સાપુતારા કરતાં દસગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો. ડોનમાં એટલી ઠંડક છે કે ઉનાળામાં પણ ગામના રહીશોને ગોદડાં ઓઢીને સૂવું પડે છે. અહીં વાદળાં નીચે ઊતરી આવે છે. આ સ્થળે સહેલાણીઓ આવે છે, પરંતુ એટલા બધા આવતા નથી કેમ કે હજી આ સ્થળને ડેવલપ કરવાનું બાકી છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં ડોન નામે સુંદર હિલ-સ્ટેશન શોધાયું છે ત્યારે ગુજરાત સરકારના પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એવી ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર ડોનને ડેવલપ કરશે. આ એક સુંદર સ્થળ છે અને સરકાર ડોન વિશે સર્વે કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.
કેવી રીતે જવાય?
ડાંગ જિલ્લામાં આવેલું હિલ-સ્ટેશન ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.

05/07/2014
અમરનાથ યાત્રા - : પ્રકૃતિ દર્શન અને અધ્યાત્મનો અનેરો યોગ
કર્મયોગી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઈશ્વરના વિરાટ સ્વરુપ વિશે કહ્યું છે કે
હું જ જગત અને પ્રકૃતિના કણ-કણમાં વ્યાપ્ત છું. ઈશ્વરના આ વિરાટ સ્વરુપ
અને સૌંદર્યની અનુભૂતિ થાય છે અમરનાથ યાત્રામાં. અમરનાથ યાત્રા ધાર્મિક
દ્રષ્ટિએ પુણ્ય લાભ આપે છે સાથે-સાથે આ પવિત્ર સ્થાનમાં વ્યાપ્ત કુદરતી
સૌંદર્ય પણ અહીં આવનારને અભિભૂત કરી દે છે. આ પ્રાકૃતિક દ્રશ્યો જોવાથી
મળતી આનંદમયી અને આધ્યાત્મિક અનુભૂતિ દરેક તીર્થયાત્રીને ઊંડી આધ્યાત્મિક
શાંતિનો અનુભવ કરાવે છે. જેના દ્વારા તેનામાં તાજગી અને માનસિક ઊર્જાનો
સંચાર થાય છે. આ જ કારણ છે કે આ તીર્થોની ઊંચાઇ પરથી નીચે ઊતરતો દરેક
શ્રદ્ધાળુ એ માનસિક શાંતિનો અહેસાસ કરે છે કે તેણે પહાડોની ઊંચાઇને
સ્પર્શીને જીવનની ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે. પુરાણોમાં લખવામાં આવ્યું
છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા
તીર્થયાત્રા કરવી જોઇએ. ત્યાં સાધુ-સંતોની સંગતથી ઈશ્વરીય તત્વનો અનુભવ
મેળવવો જોઇએ. માટે યથાસંભવ આ પુણ્યસભર અવસરનો આધ્યાત્મિક લાભ ચોક્કસ લેવો
જોઇએ.
અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શ્રીનગરથી ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
અહીંની મુખ્ય વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને બર્ફાની બાબા પણ કહે છે. અષાઢી પૂનમથી શરૂ કરી બળેવ સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચન્દ્રના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ વધ-ઘટ થતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.
એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ, શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તેને મોક્ષ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.
અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે. અને સુરક્ષાની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે.

આ વખતે અમરનાથ યાત્રા ૨૮ જૂન ૨૦૧૪ થી શરૂ થઇશે. જે ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ એટલે કે ૪૪ દિવસો સુધી ચાલશે. તો તૈયાર થઇ જાઓ...બાબા ને બૂલાયા હૈ......બર્ફાની બાબાના દર્શન કરવા
અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન ફોર્મ માટે અહી ક્લીક કરો ઃ- અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન ફોર્મજય બર્ફાની બાબા.........જય ભોલેનાથ.....
23/06/2014
તુલસીશ્યામ નજીક એન્ટીગ્રેવીટી એરીયા - એક રહસ્ય
ગીરના પ્રવાસે જતા પ્રવાસીઓ માટે તુલસીશ્યામ આમતો ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે. પણ, તેમાં છેલ્લાં થોડાક સમયથી એક નવું કૌતુક ઉમેરાયું છે. થોડાક સમયથી તુલશીશ્યામથી ત્રણ કિમી દૂર રહસ્યમય ઢોળાવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે. જેની ખાત્રી કરવા અમો તુલસીશ્યામ પહોચ્યા, તુલસીશ્યામ પાસે આવેલા એક ઢોળાવ પર અમે કાર બંધ કરી ઉભી રાખી તો અમારા આશ્ચર્ય વચ્ચે કાર નીચે ઉતરવાને બદલે પાછળની સાઇડ આપોઆપ ચડવા લાગી. એટલું જ નહીં અમે રોડ પર પાણી રેડયું તો તે પણ નીચે ઉતરવાને બદલે ઢાળ ચડવા લાગ્યું. મોરબીના ઉદ્યોગપતિ રતિલાલ પરમારે આ દીશામાં ખૂબ પ્રયત્નો કરેલ છે. રતિભાઈએ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધું અને રાજ્ય સરકારને મોકલ્યું છે કે આ સ્થળ કંઈક અલગ જ છે. આમાં તપાસ કરવી જોઈએ. વૈજ્ઞાનિકો એ પણ આ ઘટનાને મહત્વ આપી આ રહસ્ય ઉકેલવા જોઇએ. રતિભાઈને તેમના આ પ્રયત્નો બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ.
આ ઢાળનો લાઈવ વિડિયો રતિભાઈએ યુ-ટ્યૂબ પર પણ મૂક્યો છે. જે નીચે ક્લિક કરી જોઇ શકશો.
youtube.com/watch?v=36vYPRmJelo
રતિલાલ વાલજીભાઇ પરમાર એક વિરલ વ્યકતિત્વ...... વધુ જાણવા નીચે ક્લીક કરો.
http://www.ratilalparmar.com/
અને હા... ઉપર મુજબ નો બીજો એક વિસ્તાર ભારત માં લેહ-લદાખ માં લેહથી ૨૫ કિ.મી. દૂર કારગીલ રોડ પર આવેલ છે. જેની આ રહી તસ્વીર.
20/06/2014
10/06/2014
30/05/2014
11/05/2013
11/04/2013
PF WITHDRAWAL
ફોર્મ ૧૯ :- પ્રોવિડન્ટ ફંડના નાણા ઉપાડવા માટે ( FORM - 19 )
ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો
FORM 19 PDF
ફોર્મ ૧૦-સી :-પેન્સન ફંડના નાણા ઉપાડવા માટે ( FORM - 1૦-C )
ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો
FORM 10-C PDF
30/09/2012
પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટે
નોકરી છોડેથી ૬૦ દિવસ પછી પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરાવા માટે નીચે રજુ કરેલ ફોર્મ ૧૯ તથા ફોર્મ ૧૦-C સંપૂર્ણ વિગતો ભરી જે-તે રિજીયોનલ ઓફિસે જમા કરાવેથી પ્રોવિડન્ટ ફંડના નાણા તમારા બેન્ક ખાતા મા જમા થઇ જશે
ફોર્મ ૧૯ :- પ્રોવિડન્ટ ફંડના નાણા ઉપાડવા માટે ( FORM - 19 )
ફોર્મ ૧૦-સી :-પેન્સન ફંડના નાણા ઉપાડવા માટે ( FORM - 1૦-C )
Subscribe to:
Posts (Atom)