અરે યાર! આ ગુજરાત સરકારને તો શુ થઈ ગયુ છે કે "બેન" ઉપર "બેન" લગાવે જાય છે. ભત્રીજાઓને વશમાં રાખવા આજકાલ ફોઇબા ના રાજમાં "બેન" ની જાણે મૌસમ ચાલી છે. ફરી એક વાર ગુજરાતમાં "નેટબેન". મોદીજી ડીજીટલ ઇન્ડીયા બનાવવાની વાતો કરે છે પણ અહીં તો છાશવારે "ઇન્ટરનેટબેન" લગાવી દેવાય છે. યાર! આતો જાણે વાણી સ્વાતંત્રતાના હક્ક ઉપર તરાપ મારીને ગુજરાત સરકાર હાથે કરીને પોતાને વામણી પુરવાર સાબિત કરતી હોય તેવુ નથી લાગતુ ?
આમતો જ્યારથી અનામત આંદોલન ચાલુ થયુ છે ત્યારથી સરકારમાં બેઠેલા મંત્રીઓ અને ધારાસભ્યો ( હાર્દિકની ભાષામાં "બાઘડબિલ્લા" ) માટે "નિવેદનબેન" લાગૂ થઇ ગયેલુ જ છે. સૂરત, બારડોલી અને નવસારીમાં કલમ ૧૪૪ લાગૂ કરી દઇને "ટોળાબેન". રેલી કે સરઘસ કાઢવા સામે જાહેરનામુ બહાર પાડીને "રેલીબેન".
ગુજરાત સરકારની "બેન" થી બચવા હાર્દિક વળી "બેનો" ને જ હાથમાં થાળી વેલણ પકડાવીને મેદાનમાં લઇ આવ્યો. અરે યાર ! આ વેલણ તો અત્યાર સુધી ઘરમાં જ વાગતુ હતુ હવે તો સરેઆમ...અને એ જોતાં તો ભવિષ્યમાં વળી "થાળીબેન" કે "વેલણબેન" આવી પડે તો નવાઇ નહી.
બસ હવેતો બહુ થયુ ! ગુજરાતનો આવો માહોલ જોઇને કુદરતે ય "મેઘાબેન" હટાવી લઇને સર્વત્ર મેઘમહેર કરી દીધી છે. જાતિ આધારીત "અનામતબેન" કરીને સરકારે પણ નક્કર દિશામા પગલા લઇને આર્થિક સ્થિતિ આધારીત અનામત વિશે કઇક વિચારવુ જોઇએ એવુ તમને નથી લાગતુ ?
મુખવાસ ઃ-
અને હા ! પેલા દુનિયાભરના સરદારજીઓને હજી પણ નથી સમજાણુ કે અમે એવુ તે શુ કર્યુ છે કે આખુ ગુજરાત અમારી જયજયકાર કરે છે......જય સરદાર....જય સરદાર....જય સરદાર.
અંતમાં ઃ-
તમારે પણ આવી કોઇ "બેન" વિષે કંઇક કહેવુ હોયતો નીચે કોમેન્ટબોક્ષમા જરુરથી લખજો.

No comments:
Post a Comment