ડોન.
આ નામ સાંભળતાં જ આપણને એવી ફીલિંગ થઈ આવે કે અમિતાભ બચ્ચન કે પછી શાહરુખ ખાનની ફિલ્મની વાત હશે. જોકે આ ડોન કોઈ ફિલ્મ નથી પણ સ્થળ છે. ચારે કોર લીલી વનરાજી અને ઠંડો-ઠંડો પવન લહેરાતો હોય... કોઈ પણ વ્યક્તિ રોમૅન્ટિક મૂડમાં આવી જાય. નેચર-લવર્સને સ્થળ જ છોડવાનું મન ન થાય એવું ગુજરાતનું આ નવું હિલ-સ્ટેશન ડોન છે જ્યાંનું વાતાવરણ ખૂબ જ આહ્લાદક છે.
કુદરતી સંપદાથી ભરપૂર અને લીલાછમ એવા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છે આદિ-અનાદિકાળથી, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના પ્રકૃતિપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી ડેવલપ થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ સવા-દોઢ વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.
ગુજરાતનું ગિરિમથક ડોન મહારાષ્ટ્રના નાશિક જિલ્લા અને ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદ પર પહાડ પર આવેલું ગામ છે. હાલના ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાની જેમ આ ડોન ગામ પણ ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંભુ, ભગવાન રામચંદ્ર, સીતાજી, હનુમાનજી, અંજનીમાતા, ગુરુ દ્રોણની લોકવાયકાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ ટ્રેકિંગ માટે બેસ્ટ છે અને હવા ખાવા માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા સહેલાણીઓ તો એમ કહે છે કે નૈનીતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું રળિયામણું સ્થળ ડોન છે.
આ સ્થળ સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું છે અને સાપુતારા કરતાં દસગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો. ડોનમાં એટલી ઠંડક છે કે ઉનાળામાં પણ ગામના રહીશોને ગોદડાં ઓઢીને સૂવું પડે છે. અહીં વાદળાં નીચે ઊતરી આવે છે. આ સ્થળે સહેલાણીઓ આવે છે, પરંતુ એટલા બધા આવતા નથી કેમ કે હજી આ સ્થળને ડેવલપ કરવાનું બાકી છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં ડોન નામે સુંદર હિલ-સ્ટેશન શોધાયું છે ત્યારે ગુજરાત સરકારના પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એવી ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર ડોનને ડેવલપ કરશે. આ એક સુંદર સ્થળ છે અને સરકાર ડોન વિશે સર્વે કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.
કેવી રીતે જવાય?
ડાંગ જિલ્લામાં આવેલું હિલ-સ્ટેશન ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.

No comments:
Post a Comment