25/10/2014

PF UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) કેવી રીતે સક્રિય કરશો [How to activate your Universal Account Number (UAN)]



યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) શું છે?
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા તાજેતરમાં ઇપીએફઓના તમામ સભ્યોને એક અન્ય નંબર ફાળવવામાં આવેલ છે જે UAN એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. UAN ઇપીએફઓના દરેક સભ્ય માટે લાભદાયી થશે.  

UAN ના લાભો
૧,     યુએએન દ્વારા તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો તેમજ પાસબુક અને યુએએન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો.
૨,    EPF ટ્રાન્સફર ખૂબ જ સરળ થશે અને ઓછા સમય લેશે.
૩,   તમારી કેવાયસી માહિતી અપડેટ કરી શક્શો

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ક્યાંથી મેળવશો?
સૌ પ્રથમ ઇપીએફઓ દ્વારા યુએએન નંબર મળ્યો છે કે નહીં? ( UAN સ્ટેટસ) જાણવા નીચેની લીંક ક્લિક કરો

ત્યારબાદ જે પેજ ખૂલે તેમાં માગેલી માહિતી ભરી દો. તેમાં રાજ્યનું નામ, શહેરનું નામ, એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર ભરવો પડશે અને ચેક સ્ટેટસ પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમને એક મેસેજ દેખાશે, જેમાં જણાવાયું હશે કે તમને યુએએન નંબર મળ્યો છે કે નહીં. જો તમને યુએએન નંબર મળ્યો ન હોય તો  તમે આ અંગે તમારી કંપની તરફથી માહિતી મેળવી શકો છો.
જો તમોને EPFદ્વારા UAN ફાળવવાંંમાં આવેલ હોય તો તમારા નોકરી દાતા કંપની પાસેથી તમારો UAN મેળવી લેવો.
 
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટ કેવી રીતે કરશો?
STEP 1 :- નોકરી દાતા કંપની પાસેથી તમારો UAN મેળવી તમારે તેને એક્ટિવેટ કરવો પડશે. એક્ટિવેટ કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો 

STEP 2- લિંક પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, જેમાં યુએએન નંબર, મોબાઇલ નંબર, રાજ્ય, સિટી,એસ્ટાબ્લિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર નાંખવાનો રહે છે. બધી વિગતો ભર્યા બાદ વેરિફિકેશન કોડ નાંખીને ‘GET PIN’ પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા હાદ 5 મિનીટમાં જ તમારા મોબાઇલ માં SMS મારફતે એક પિન આવશે, જેને ફોર્મમાં નાંખીને સબમિટ કરવાનું રહેશે. 
STEP 3- સબમિટ કર્યા બાદ જે વિન્ડો ખુલશે, તેમાં તમારૂં નામ, પિતાનું નામ, કંપનીનું નામ, યુએએન અને જન્મ તારીખ લખેલી હશે. તેમાં તમારે પોતાનાં યુએએન એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે એક પાસવર્ડ નાંખવાનો હોય છે અને સાથે જ તમારું ઇમેલ આઇડી પણ નાંખવાનું હોય છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા જ તમને એક ઇમેલ આવશે, જેમાં એક્ટિવેશન લિંક હશે. તમારા ઇમેલ આઇડીમાં જઇને એ લિંક પર ક્લિક કરો. ક્લિક કરતા જ ઇપીએફઓની વેબસાઇટનું એક પેજ ખુલશે, જેના પર ઇમેલ આઇડી કન્ફર્મેશનનો મેસેજ મળી જશે.

હવે, તમારા યુએએન અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો. લોગ ઇન કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

અહીં તમારો યુએએન અને પાસવર્ડ નાંખો અને લોગ ઇન બટન પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારી સામે એક પેજ ખુલશે, જે તમારા એકાઉન્ટનું પેજ હશે.

તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઇ ગયા બાદ તમે તમારું યુએએન કાર્ડ અને પાસબુક ડાઉનલોડ કરી શકો છો. પાસબુક દ્વારા તમે જોઇ શકો છો કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રુપિયા જમા છે. તેમાં તમારો મેમ્બર આઇડી અને એસ્ટાબ્લિશમેન્ટ કોડ પણ લખેલો હોય છે. તેમાં તમે મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને પાસવર્ડ પણ બદલી શકો છો. 
ટ્રાન્સફર ક્લેમ ઃ- હાલ ઇપીએફઓની વેબસાઇટ પર આ ટેબ એક્ટિવેટ નથી કરાઇ. તેને ટૂંક સમયમાં જ એક્ટિવેટ કરવામાં આવશે.
આપને આ માહીતી ઉપયોગી થઇ હશે. આપના અભિપ્રાય નીચે Comment મા લખી જણાવજો.

05/10/2014

PROVIDENT FUND (EPFO) WAGE CEILING TO Rs. 15000/=

                           The Provident Fund (EPFO) department, in its circular dated 28/08/2014, has notified the wage ceiling enhancement to Rs 15,000 per month from Rs 6,500 per month, effective 01-Sep-2014. Please ensure that PF deduction and contribution are calculated as per the new wage ceiling of Rs 15,000 from Sep 2014 onwards.